આ મન...
રોજ ધીમી આંચમાં થોડું ઉકળતું હોય છે,
દોસ્ત! આ મન તો જુઓ કેવું સળગતું હોય છે.
કોશ ભર્યા હો નશાના ભર મદીરામાં છતાં,
સંગ એની સ્નેહનાં મદ માં કણસતું હોય છે.
લો ઉઝરડો પણ છુપાવી નાખતું પીડા ગળી,
દંભ દાખવતું જ એ મર મર મરકતું હોય છે.
પ્રેમનાં ભંડાર અણખૂટયા મળે આ આંગણે,
નીજ કોઈ લાગણી કાજે તરસતું હોય છે.
રોમ રોમે અગ્નિ નાથી, જોમ જુસ્સો કાઢતું,
શીત ઝાકળ બિંદુ સમ અધરે ઝળકતું હોય છે.
કેટલી પણ ઘા કરે,આવી જ એકલતા મુને,
ત્યા સમાધાનો કરી કાળપ મસળતું હોય છે.
વેહ બદલે છે નરકથી છેતરાઇને ભલું,
ઓલવીને જાત 'જ્ન્નત' સમ ઝળકતું હોય છે.
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment