ગઝલ
એમના મુસ્કાન પર છે જિંદગી મારી હવે,
એમને પણ તો ગમે દીવાનગી મારી હવે.
કેટલીયે તો પરીક્ષા તે લીધી છે જિંદગી,
જોઈ ને ક્ષમતા તે આજે જિંદગી મારી હવે.
પ્યાર ભર્યું આ હૃદય મેં તુજને અર્પણ કર્યું,
તોડવા ની પણ તને પરવાનગી મારી હવે.
કેમ હું જીવતો રહું તારા વગર તો હું અહીં,
બસ રહી છે જિંદગી માં માંદગી મારી હવે.
લાગણી તારી હજી મેં સાચવી છે દિલ માં,
જોઇલે તું બસ ફક્ત આ સાદગી મારી હવે.
પામવા તો તુજ ને કઈ પણ હદે હું જઇ શકું,
શું કરું છું જોઈ લે દીવાનગી મારી હવે.
"મિત્ર" લખતો જાય છે પ્યારી ગઝલ તુજ યાદ માં,
હું લખું કેવું તું જો આવારગી મારી હવે.
રાકેશ રાઠોડ "મિત્ર"
No comments:
Post a Comment