બાગમાં જયારે ભ્રમર પણ ગીધ થઇ ચકરાય છે,
કુંમળી એ ખીલતી કાચી કળી નંદવાય છે..
એક રજકણ સૂર્ય તડકે, ઉર્ધ્વ ગતિએ ઊડતી,
રાતના અંધારમાં એ,ધૂન્દ થઇ પથરાય છે...
કલ્પનો જયાં મન તણાં પણ મસ્ત પંખી થઇ ઉડે,
ને અચાનક તીરથી વીંધાઇને પછડાય છે...
પાશવી લીલાનાં નર્તન ,બેશરમ થઇ નાચતાં,
તીક્ષ્ણ ચીસોનાં એ વેદન,વર્તુળે પડઘાય છે...
જયાં ચળકતા તારલા આ જોઇ કેવાં ધ્રૂજતા,
રાતનાં કાળા કરમથી અંધારું શરમાય છે..***
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment