Saturday, 10 September 2016

અછાંદસ

આજે   

તેં મને શર્ટ આપેલું
મેં નકારેલું
ત્યારે પહેરવાનો સમય નો'તો
આજે છે
પણ શર્ટ નાનું પડે છે
માથામાથી જ નથી આવતું
તેં મને ફૂલ આપેલું
મેં કહેલું શી ઉતાવળ છે આટલી?
ને તું ગઈ
સૂકાયેલાં ફૂલો સાથે 
હવે જે સુવાસ આવી  રહી છે તે ફૂલોની છે
કે તારી
તે ખબર પડતી નથી
વય
ઘણા લય તોડી નાખે છે,નહિ?

રવીન્દ્ર પારેખ

No comments:

Post a Comment