Thursday, 15 September 2016

ગઝલ

ગઝલ.

હાથમાં  તારું  કાગળ હતુ, આંખની સાવ આગળ  હતું,
કેમ ભીંજાય ના એ કહો આંખમાં  એક વાદળ હતું.

કોઇની યાદમાં એક આંસુ  જરા આંખથી  જો પડયું,
એ જ આંસુ  હતુ જે અમારા  હ્રદયનું  ગંગાજળ  હતું.

એ મજા તો હતી પણ હતી કેટલી? એ ખબર છે મને,
જયાં  સુધી ફૂલ પર એક ઝાકળ  હતું એક ઝાકળ  હતું.

કોઇ તલ જોઇ પાગલ  થવાની  ઉતાવળ  કરો ના તમે,
ચૂમવા બાદ જાણ્યું અમે કે હતું  એક કાજળ  હતું.

ફેંકવામાં  હતો ત્યાં જ  'શિલ્પી'  ખબર આ અચાનક પડી,
સિર્ફ  કોરું જ નહોતું  લખેલું  બધું છેક પાછળ હતું.

- 'શિલ્પી'  બુરેઠા .(કચ્છ) 
  

No comments:

Post a Comment