Thursday, 15 September 2016

ગઝલ

અહમ્ કેવો અંદર પ્રવેશી ગયો છે,
નહી બ્હાર આવે, એ જામી ગયો છે.

નિશાની પવન એવી આપી ગયો છે,
ફરી યાદ તારી અપાવી ગયો છે.

નશીલા નયનનો નશો તું કરી લે,
પ્રણયમાં ફકત તું જ ફાવી ગયો છે.

લખેલો મે કાગળ ખરી લાગણીનો,
કરેલી મે અરજી, ફગાવી ગયો છે.

શું એને હતું, ખુશ કરી દીધો મુજને?
નથી જાણ એને, સતાવી ગયો છે.

....પ્રશાંત સોમાણી

No comments:

Post a Comment