મુકતક :-
છે નજાકત વાતમાં ને શબ્દો ગોથા ખાય છે...
આજ તો કોઈ કહી દો કે મને શું થાય છે...
જો ખબર ના હોય તુજ ને તો અમારો વાંક શું?
"પ્રેમ"ની ગઝલો ઘણાનો ભેદ ખોલી જાય છે...
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
ચાંદને આગળ કરો તો તારલા રીસાય છે...
આભ સાથે વાદળા પણ આજતો ગોટાય છે...
રોજ ઊગે છે કળીઓ તાજગી સાથે છતાં...
બાગનું કેવું વલણ છે કેમ એ કરમાય છે...
કોણ જાણે ક્યાંથી આવી છે અમાવસ ચાંદમાં...
રાતના કાળા કરમથી અંધારું શરમાય છે...*
જ્યારથી જોઈ ખુદા તારી કરામત હૂબહૂ...
હા અમારી આંખ તો સપના મહીં ખોવાય છે...
કાશ એ સમજી શકે એકાદ કારણ "પ્રેમ"નું...
જેમની યાદો થકી તો જિંદગી જીવાય છે...
-"પ્રેમ"
વિ. એ. ચૌહાણ
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)
No comments:
Post a Comment