*આવ્યું નવું વર્ષ*
હતી જેની પ્રતિક્ષા સૌને
નવું નજરાણું લઈને
આવ્યું નવું વર્ષ
અંદર નો અંધકાર દૂર કરીને
જ્ઞાનનો ફેલાવો પ્રકાશ
આવ્યું નવું વર્ષ
ગત્ વર્ષ ની ભૂલો માફ કરીને
કરો જાગ્યા ત્યાંથી સવાર
આવ્યું નવું વર્ષ
ખુશ રહેવું હોય તો ખુશ કરો બીજાને
ખીલશે કોઈનો ચ્હેરો તો ખીલશે જીવન તમારું.
આવ્યું નવું વર્ષ
સારા કામનાં ના જોવા પડે ચોઘડિયા
ચાલો 'સ્વચ્છ ભારત'અભિયાનનો બનીએ એક હિસ્સો
આવ્યું નવું વર્ષ
કાજલ કાંજિયા 'ફિઝા'
No comments:
Post a Comment