કવિતા ,
વગડો
દુર દુર સુધી ફેલાયો વગડો,
જાણે વાળ વગરનો લિસો ટકલો .
પાન વગર ઉભો થોરિયો,
છાંયડા ને ગળી ગ્યો તડકો .
સમળી , સુગરી માળો લઈ ભાગી,
ડુંગરાની બખોલમાં ભરાયો વગડો.
તળાવ ડૂક્યાં ને સુકાયા નીર,
ઝાંઝવાના જળથી ભરાયો વગડો.
સજળ નયને ખેડૂ જુએ આભે,
ક્યારે પલ્લવીત થાશે વગડો.
હાથનાં કર્યાં સૌને નડે છે,
સુનો સુનો થઈ ગયો વગડો.
દિલીપ ઠકકર
No comments:
Post a Comment