Wednesday, 8 February 2017

ગઝલ

નિઃશબ્દ તોય ટેક સમાંતર દિશા છું હું.
જોડાય નૈ અવેક સમાંતર દિશા છું હું.

લલકારતી વિરોધ કરીને હું જાતને,
ખુદમાં રચી અનેક સમાંતર દિશા છું હું.

એકાંત માણતી લઇ જગની અનુમતિ,
પૃથ્વી નજીક એક સમાંતર દિશા છું હું.

આંખો પલાળતી ધરીને ઓસ નેણમાં
કે પ્રાકૃતિક પ્રત્યેક સમાંતર દિશા છું હું.

કોરાં ઉમંગથી દિલ આ તરબતર કર્યું,
સૌ સાધુમાંય નેક સમાંતર દિશા છું હું.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment