Wednesday, 8 February 2017

ગીત

આજે એક બાળ ગીત....

ખિસકોલી બાઈ... ખિસકોલી બાઈ...
જમીન ખોદીને દાણો તુ ખાય....,

સર સર કરતી તુ ઝાડ ચડી જાય ,
ઉંદરની મોટી બેન તુ કેહવાય,
                   ખિસકોલી  બાઈ...,

નાની છે આંખ તારી, લાંબી છે પૂંછ તારી,
આંગળાની છાપ અંગે સોહાય,
                 
સીતાને રાવણ ઉપાડી જાય,
રામ એની સાથે લડવાને જાય
                   ખિસકોલી બાઈ...,

વાનર સૌ પુલ બાંધવા જાય,
નાની શી તુ એ કામમાં જોડાય,

રામની આંખેથી અશ્રુ સરી જાય
પ્રેમથી તારી પીઠ પસવારતા જાય,
એ જ છાપ તારા અંગે સોહાય...

      ખિસકોલી બાઈ... ખિસકોલી બાઈ....

અસ્મિતા

No comments:

Post a Comment