આ ગઝલ લખતા વધારાના ફૂટેલા બીજા શેર......
...
ઈજ્જત વધે ચમનની અગર ત્યાં ગુલાબ છે.
નહિ તો વિરાન પણ ખીલવા મોહતાજ છે
અસ્તિત્વનો સવાલ મને પુછજે નહી
તારા મિલન પછી જે ગુમાવ્યું, હરામ છે.
લખ તું લખી શકે તો જરા શ્વાસમાં જીવન
કોરી તને મળેલ પ્રભુની કિતાબ છે.
અભ્યાસક્રમ બહારના ના પુછ પ્રશ્ન તું,
દિલના સવાલ પુછ મને એજ જ્ઞાન છે!
ટોળું વળ્યું વિદાય મને આપતાં રડે
અણસાર સહેજ પણ ન મને છે, કમાલ છે
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment