Wednesday, 8 February 2017

ગઝલ

શૈૈશવ વિસ્મય જેવું

શૈશવ તો સહુંનું વિસ્મય જેવું,
એમાં નથી ક્યાંય કશું સંશય જેવું.

કાગળની હોડી, કાચની લખોટી,
શૈશવ જાણે રંગોળીના રંગ જેવું.

દાદાનો ડંગોરો, દાદીની સુખડી,
શૈશવ તો ગળચટ્ટા વહાલ જેવું.

ઈટ્ટા કીટ્ટા ને ક્ષણ ભરમાં બુચ્ચા,
શૈશવ જાણે નિર્મળ ઝરણાં જેવું.

અડકો દડકો છુપ્પા છુપ્પી થપ્પો,
શૈશવ અચંબાને હાઉકલી જેવું.

શમણાંની પરી ને જાદુનો દિવો,
શૈશવ જાણે અજાયબ વિશ્વ જેવું.

ખોવાયેલું શૈશવ તો સાધવા જેવું,
પૈાત્ર પૌત્રીમાં ફરી માણવા જેવું.

અલ્પા વસા.

No comments:

Post a Comment