આજે મારા મમ્માની પુણ્ય તિથિ છે.
ક્રૂર ઈશ્વર દીકરા સાથે રમતથી છીનવે 'મા',
બાળ તારો હાથ જોડી આજ પાછો વિનવે 'મા'.
દૂર સુધી મેં નજરને રાહ જોતી પાથરીતી,
વ્યોમમાં થી બુંદ વરસી આંખડીને ભીંજવે 'મા'.
ઓશીકાથી થાય મારે લૂછવાના અશ્રુ રાત્રે,
સોણલામાં હેત તારું પાંપણોને સિંચવે 'મા'
દેખ હુંફાળી મમત વેરે છબી આ ભીતમાં થી,
મુજ હૃદયમાં યાદ તારી પીગળીને થીજવે 'મા'
'કજલ'
મક્તા નથી લખી શક્યો.
No comments:
Post a Comment