Wednesday, 8 February 2017

ગઝલ

આહની છંદ રચના પ્રમાણે મારી રચના....
ભૂલચૂક હોય તો જણાવજો
.
જીવન કશું નથી એ સમયની જ ચાલ છે.
કાંતો ગુલાલ હોય ને કાંતો બબાલ છે.

સુંદર મજાની સાંજ નિહાળી છકી ગયો,
પાક્કો ચડેલ રંગ પ્રણયનો ગુલાલ છે

હિમ્મત કરીને નામ એ જાહેરમાં લીધું
બદનામ મેં કરી નથી એને ખયાલ છે.

ગળથુંથીથી શરૂ અને ચરણાંગુઠે પૂરી
વચમાં શરીરની જ બધીયે ધમાલ છે.

જીવન અને મરણની હરીફાઈ હોય છે
મૃત્યુ જ જીતી જાય હમેશા, મજાલ છે

કેવો હતો સ્વભાવ ને માણસ ભલો હતો
મૃત્યુ પછી જવાબ મળે એ સવાલ છે

જોયા કરો ઉઘાડી બધા બારી-બારણાં,
આવ્વાલ નહિ પરંતુ હવા તો જવાલ છે
== મંથન ડીસાકર (સુરત)
૦૭/૦૨/૨૦૧૭

No comments:

Post a Comment