મારામાં વસતો તું છો પરમાણુ,
માટે તો હું મુજને ભીતર જાણુ.
આવી જા ચોઘડિયા જોયા વીના,
મળવા માટે નું ક્યાં જોવે ટાણુ.
બે રંગી એકલતા કોરે હૈયે,
સંધ્યા ટાણે તુજ યાદોને માણું.
દિલ સંભાળી ચાલું આ જગમાં'ને,
કાયમ મારે કિસ્મત પાડે કાણું.
બધુ લાગે મુજને 'આભાસ'જેવું,
દર્પણમાં ક્યાં મુજને હું જાણું.
-આભાસ
No comments:
Post a Comment