ચાહું છુ તને બેસુમાર,
કરુ હુ આજ એકરાર...
કરે તુય એનો સ્વિકાર,
શું થાય એવું કઈ યાર...
નથી આવતો કોઈ વિચાર,
હવે તો ભૂલી ગઈ સંસાર...
કાશ, મળી જાય એ પ્યાર,
જેને કાજ રહુ છું બેકરાર...
ભલેને પછી મળે ક્ષણવાર,
તોય લાગશે મને અનરાધાર...
મન મહી લાગણીઓ અપાર,
બધી જતાવી દઉં એકવાર...
શું તુ કરીશ મને સ્વિકાર,
શું મળશે મને તારો પ્યાર...
ઈશિતા🌹
No comments:
Post a Comment