Wednesday, 8 February 2017

ગઝલ

બોલ માં તું મને આપે પતાસું
કામ કરી દઉં હું તારું ખાસું 
શીંગ ને ચણા તે ઘણા આપ્યા
આપી દે તું માં એક પતાસું
કેરી ને જામફળ ની વાડી તે દીધી
ના દીધું માં તે મને એક પતાસું
કપડા એ નીતનવા તું મને આપે
નાં આપે તું મને એક પતાસું
શાને તું ખીજાય માં એક પતાસા કાજે
મમતાની જોળી તારી સુકાય શાને ?
બાથે ભરે જયારે તું મને ,
વેલ બની હું વળગું છું તુજ ને
ચેહરો તારો ગોળ ઊજળો પતાસા જેવો
માં મમતા એ તારી એવી પતાસા જેવી
સમજે છે ને માં હું શીદ માંગું પતાસું ?
આપી દે ઝટ માં મને પતાસું .
અસ્મિતા

No comments:

Post a Comment