જે સમજમાં કંઈ ન આવે, એ ક્ષતિને શું કહો?
જે સમય આવ્યે ન ચાલે એ મતિને શું કહો?
પતંગને પડાવનું કદી ગગન મળે નહીં,
સ્વભાવગત ઢળે નહિ, પરત કદી વળે નહીં,
ને કદી પાછી વળે તો નિયતિને શું કહો?
હરામખોર હાડકાનો આદમી મળે અહીં,
સદા નસીબનો જ વાંક કાઢતો ફરે અહીં,
ખાડમાંના નીરની સ્થંભિત ગતિને શું કહો?
ઉછાળતો, પછાડતો સમય વીતી જશે બધો,
કરમ-ધરમ કરી થશે અનુભવી ને સાબદો,
જડભરતની હોય એવી સંગતિને શું કહો?
== *મંથન ડીસાકર*
No comments:
Post a Comment