🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ચમકતા થઈએ
ભેદભરમને ભૂલીબૂલી એકલદોકલ રમતાં થઈએ.
ઓગળતી કાયાને લઈને ટીપે ટીપે તપતાં જઈએ.
દરિયા ઘૂઘવે ચોમાસે રહબોળ મનના સૂસવાટા ધરતા તોર વચાળે બારી ખોલી ઝગમગતી રણહાક લઈને પંખી પાંખે ફરતા થઈએ.
ભેદભરમને ભૂલી બૂલી.....
જંગલ જંગલ તરુવર તરુવર હરતા ફરતા, ટેકરીઓ સમ આડી કાંટાઘેરી ભચક વાગે વાડ,વેલે ખીલી ફૂલ સોંસરા મઘમઘતા થઈએ.
ભેદભરમને ભૂલી બૂલી....
ચારેકોર દબાય ટીચાય અને વળી પીલાય ટોળાંના રઘવાયા ઘોંધાટે, થીજવું'ના ઓથાર કનડતા,
મૌન બનીને તારે પિંડ તંબૂરને બાંધતા થઈએ.
ભેદભરમને ભૂલી બૂલી....
ખરી રહેલી પલપલ પીંછાં જેવી કરવું શું ? સવાલ સવા મણનો સામે તો આ ઊંધે મસ્તક અવળું- સવળું તાકી ચકમક તણખે ધગતા થઈએ.
ભેદભરમને ભૂલી બૂલી....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment