Monday, 17 April 2017

ગઝલ

ક્ષણ મજાની લૂંટવા ગઇ તી સખી રે
કુદરતમાં ઘૂમવા  ગઇ તી સખી રે

શ્વેત આચ્છાદિત પ્હાડો એ બરફના
રંગ એમાં પૂરવા ગઇ તી સખી રે

શું કહું  હું એ ધરાનું રૂપ સૌંદર્ય
ત્યાંજ દિલને મૂકવા ગઇ તી સખી રે

મ્હેંકતા  એ ફૂલ ચારેકોર દીસે
એજ ફોરમ સૂંઘવા ગઇ તી સખી રે

સાવ પાસે સાવ સામે શ્વેત વાદળ
આભને બસ ચૂમવા ગઇ તી સખી રે

બંધ આંખોમાં  નઝારા ને ભરી  લઉં
વૃક્ષ ડાળે ઝૂલવા ગઇ તી સખી રે

મોજ મસ્તી સંગ મન લહેરાય આજે
લાગણીને લૂંટવા ગઇ તી સખી રે

ભારતી ગડા

No comments:

Post a Comment