Saturday, 29 April 2017

ગઝલ

ઘર મહી બસ આંગણું જેણે કર્યું,
પારકાને આપણું જેણે કર્યું.

બસ ખુદાથી તાતણુ એણે કર્યું,
નિજ હૃદયમાં ઝાંકણુ જેણે કર્યું.

ઘાવ એમા આવતા-જતા રહ્યાં,
આ હૃદયમાં બારણું જેણે કર્યું.

જિંદગીના ઝાડ લીલા થઇ ગયા,
ઝાડ ફરતે ખામણું જેણે કર્યું.

એટલે કોડી સમા એ થઇ ગયા,
આપ ને જો વામણુ જેણે કર્યું.

જાત સુધરી છે ઘણાની એટલે,
મોં ઉપર આ ઢાંકણું જેણે કર્યું.

આંસુઓ આવી ગયા "જયલા" પછી,
ડાયરીનું વાંચણુ જેણે કર્યું.

@ જયેશ પ્રજાપતિ

No comments:

Post a Comment