Saturday, 29 April 2017

ગઝલ

■ ગઝલ ■ ગા 12

             *બેદરકારી વચ્ચે*

એક તફાવત છે તારી ને મારી વચ્ચે,
હું હું છું ને તું તું છો તે બારી વચ્ચે.

ખોટે ખોટા હડફેટે ચડ્યા આજે સૌ,
તારી ને મારી એ મારામારા વચ્ચે.

બોલો હસતું ફુલ પણ આજે કરમાઈ ગયું
ભણતરના ભારો આપી,એ આરી વચ્ચે.

છંદો શીખ્યા પણ શેરીયત ના આવી લ્યો,
ને શબ્દો પણ આજે તાનારીરી વચ્ચે.

છે શબ્દો એવા કે માણસને બદલી દે,
ગીતાને રાખે લોકો અલમારી વચ્ચે.

આમ જ "દીપક" થઇને હું રોજે બળતો તો
ખુદને જલતો રાખ્યો બેદરકારી વચ્ચે.

©*રહીશ*

No comments:

Post a Comment