કેમ છો ?
ગુરુવારી હાજરી પુરશોને..?
તું માર ભોં પર લાત, જો ત્યાં ધાર થાશે,
તારો જગતમાં તુર્ત જયજયકાર થાશે.
ટોળે વળી ચૌટા વચ્ચે માણસ ઊભે તો,
ચેતી જજે, લોહીનો પણ વેપાર થાશે.
શાખા કરે શું કામ પરવા ઝાડ થડની?
કે જેટલો થાશે મૂળીયે ભાર થાશે !
તે દી’ પછી ખુશ્બુ નહિ દે ફૂલ સ્હેજે,
ખુશ્બુના જે દી’ મૂલ્યનો અણસાર થાશે.
લાચાર આખી જીંદગી બે વસ્ત્ર માટે,
મૃત્યું પછી તો લાશ પર શણગાર થાશે.
તું ઉંબરો જયારે વળોટી જઈશ, બેટી,
તારો બહાદુર બાપ ત્યાં લાચાર થાશે.
સાદા અને ટૂંકા જવાબો આપ, મંથન,
નહિ તો મને એ પણ સમજતા વાર થાશે.
== મંથન ડીસાકર (સુરત)
મારા ફેસબુક પેજને લાઈક કરશો તો વધુ આનંદ
www.facebook.com/suratpoets
No comments:
Post a Comment