Monday, 17 April 2017

ગઝલ

.
         કેવી પત્ની જોઈએ
.
સૌ પૂછે છે "મિત્ર" તુજને કેવી પત્ની જોઈએ?,
હું કહું છું બસ મને અલબેલી પત્ની જોઈયે.
.
છો ગમે રણબીર, અક્ષય કે હો સલ્લુ તે છતાં,
કોઈ હીરો ની નહિ મુજ ઘેલી પત્ની જોઈયે.
.
કેશ હો રેશમ તણાં ને ગાલ હો મખમલ સમાં,
બસ મને ફિલ્મી હિરોઈન જેવી પત્ની જોઈયે.
.
એ ભલે વાતો કરે સૌ સાથ હસતાં તોય પણ,
ભાવ કોઈને ના આપે એવી પત્ની જોઈયે.
.
એની જોઈ એક ઝલક મિત્રો બધા બોલી ઉઠે,
"મિત્ર બાકી લાયવો હો" તેવી પત્ની જોઈયે.
.
               "મિત્ર" રાઠોડ

No comments:

Post a Comment