Saturday, 29 April 2017

અછાંદસ

કસોટીની પ્રથા તારી સમજાઈ ના
રસ્તે સીધે જતા ખુબ અહીં અથડાતા જોયા.
પુરષ્કારની રીત તારી પકડાઈ ના
ઈમાન ને ટાણે ટાણે અહીં અજમાવતા જોયાં.
મૂલ્યને મૂલ્યવાન તું સમજે કે ના?
નિષ્ઠાને જાણી જોઈ અહીં નમાવતા જોયા.
કાળું ધોળું શું તું દેખે ના?
લાખો લૂંટનારા અહીં મહેફિલે સાચવતા જોયા.
સિદ્ધાંત કર્મનો કહી તું કદી તપાસે ના
ફળની આશ અહીં કર્મે કર્મે વધાવતા જોયા.
હે ઈશ ! જિંદગીનું સાચું રૂપ હવે બતાવીશ કે ના?
જીવતરે ખરેખરા "માણસ" અહીં "નીલ"
રોજે રોજ ખોતરાતા જોયા.
       રચના: નિલેશ બગથરીયા
               "નીલ"

No comments:

Post a Comment