Monday, 17 April 2017

ગઝલ

*તમે પણ ગજબ છો!*

ધરમથી  ધખાવ્યા તમે પણ ગજબ છો!
ઝખમથી સજાવ્યા તમે પણ ગજબ છો!

તમે  આભ  ઘરમાં  જ  ગળતું  કરીને,
કરમથી સતાવ્યા તમે પણ ગજબ છો!

ખબર  કયાં  હતી! ભેખ  ધરશે ફકીરી,
ભ્રમણમાં થકાવ્યા તમે પણ ગજબ  છો!

જફા  તો  દિધી  છે  યથાવત પતનની,
સખાને રડાવ્યા તમે પણ ગજબ  છો!

કરી લઇ કસોટી પળેપળ  પછી તો....,
મહેલો ચણાવ્યા તમે પણ ગજબ છો!

કાજલ કાંજિયા 'ફિઝા'
13/4/2017

No comments:

Post a Comment