Saturday, 29 April 2017

ગઝલ

" માં "

ક્યાં રજા કે ક્યાં રવિવાર રાખે છે
તારીખીયામાં એના સોમવાર રાખે છે

કૈંક અને કેટલું મનમાં દબાવી દઈ
સમાજ સામે મૌનનો વહેવાર રાખે છે

શું હોય હોળી ને કેવી દિવાળી
હિસ્સે એના ક્યાં કોઈ તહેવાર રાખે છે ?

થોડામાં બહુ બધું સાચવી લઈ
બધા દર્દની એ સાથે સારવાર રાખે છે

કોઈ પણ લોભ કે લાલચ  વિના
પ્રેમ આપણા પર પારાવાર રાખે છે

હિમાંશુ મેકવાન
૧૮.૦૩.૧૭

No comments:

Post a Comment