Saturday, 29 April 2017

ગઝલ

કેમ કરી ને મળો તમે, એટલું તો  મને  સમજાવી જાવ
પૂજા  પથ્થરોમાં અફળાવ હું, મારગ તો બતાવી  જાવ

એમ, તમે વસો કણકણમાં ને રજ ભરમાં, એ જ્ઞાન છે
પણ, નથી દેખાતું  દ્રષ્ટિમાં જે, તત્વ એ જતાવી જાવ

હોય છે ઘણા ધતિંગ એક પ્રાર્થના મહીં ઠાલાં જગતમાં
નથી હોતા સદા તમે એમાં, વેદ કુરાનમાં લખાવી જાવ

ને અવાજ નીકળે જયારે દિલનો, ત્યારે તમે સામે હોવ
આ ધર્મજગત ને વિદ્રોહનો, નાનો સ્વર શીખવાડી જાવ

હવે કે, 'ઉદયન' કંઈ પણ એ વિરુદ્ધ છે નીતિ નિયમ થી
છતાં રહે, અડીખમ એકલો, એ ધબકાર ધબકાવી જાવ

- ઉદયન

No comments:

Post a Comment