Friday, 16 June 2017

ગઝલ

સમયનાં ઘડેલા કલાકાર લાગે,
હવે તો મનુષ્યો મિલન સાર લાગે.

તમે સાવ નોખા પડી જીવનારા,
અમારા જ માથે બધો ભાર લાગે.

હતાશા નિરાશા સહી ચાલનારા,
જગતના વલણમાં ભર્યો ખાર લાગે.

ભરી લાગણી એ નિછાવર કરી મન,
તમે આચરેલો હ્રદયવાર લાગે.

હ્રદયથી નભાવી લગન લાગણી ને,
છતાં એ અધુરો જ ઉપકાર લાગે.

વરસતી ઘટાએ પલળતી ઉમીદો,
ઉકળતા સમયની જ અંગાર  લાગે.

ઉતારા વગરનાં કદમ ક્યાં જવાના,
જગે આજ માસૂમ નિરાધાર  લાગે.

                 માસૂમ મોડાસવી

No comments:

Post a Comment