Sunday, 30 July 2017

ગીત

*ડોબો*

ડોબો તો બહુ હોશિયાર છે રે હો માણારાજ
ડોબાને ડોબો કહેવામાં કેમ ન આવી અે લોકોને લાજ?

બળધિયા તો હોય, હોય છે લંબકર્ણાય અનેક
ડોબાને ડોબો કહીને અપમાન કરો છો છેક...

લઘરવઘર વેશે ડોબાને બરડે બહુ આવે છે ખાજ..
ડોબો તો બહુ હોશિયાર છે રે હો માણારાજ

ડોબાને જે જણસ મળી છે તે ડોબાનો વાંક
બુદ્ધિ માટે વિચારતો અે કરવું પડશે કાંક...

મમ્મીની સાડીને અેણે મસ્ત મજાનાં પાડી દીધાં ગાજ...
ડોબો તો બહુ હોશિયાર છે રે હો માણારાજ...

              - અનિલ વાળા

No comments:

Post a Comment