આવ્યા છે આજ મારા આંગણે શિવ
પાવન કરવા દરેક પ્રાણીમાત્રનો જીવ
ભોળાનાથ થી સહુ ઓળખનારા
સમુદ્ર મંથને વિષ પીનારા
પવિત્ર કરે જે હદય અમારા
આજ હર હર મહાદેવ ના ગૂંજે નારા
જટામાં ગંગાજી ધારનારા
કંઠે સર્પમાળા ધારણ કરનારા
ચંદ્રની ભક્તિ સ્વીકારનારા
પાર્વતી ના સ્વામી પ્યારા
ત્રિલોક પર રાજ કરનારા
વિશ્વસકળના તારણહારા
તન- મન થી પ્રસ્સન કરનારા
આજ હર હર મહાદેવ ના ગૂંજે નારા
થયા છે પ્રભુભક્તિ માં સહુ લીન
ચારેકોર નાદ ગૂંજે શિવ શિવ શિવ
-ઉપાધ્યાય જીજ્ઞા
No comments:
Post a Comment