Sunday, 30 July 2017

ગીત

ગીતનાં શબ્દો : આવ્યાં શ્રાવણ કેર સરવડા                       

કવયિત્રી : તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’

 

 

આવ્યાં શ્રાવણ કેર સરવડા, જેમા ભીંજાયું મારું તન-મન ,
 ક્યાં છે એને ચૈન કે જપ રે , એ તો ભમે છે મન વનરાવન.

                              આવ્યાં શ્રાવણ કેર સરવડા, જેમા ભીંજાયું મારું તન-મન.0

ગગને ધેરાયેલાં વાદળ નીરખું, ફૂટે શમણાંનું  ગીત,
       ભીતર  ઝંખે મન પીયુ  પીયુ, આવી પાગલ છે મારી પ્રીત .

                          ખીલ્યાં ફૂલો દેખી દેખી મારું મહેકી ઉઠ્યું મધુવન .

                                 આવ્યાં શ્રાવણ કેર સરવડા, જેમા ભીંજાયું મારું તન-મન.0

  આવું ન  વરસો મુજથી સહન ન થાયે આ એકાંતી સફર.

                        ઓરે વાદળ હવે વિખરાય જાઓ, લાગશે મારી નજર

                           ગડગડાટથી તું  વરસી પડે, તને નડે નાં કોઈ બંધન?,

                             આવ્યાં શ્રાવણ કેર સરવડા, જેમા ભીંજાયું મારું તન-મન.0

 

No comments:

Post a Comment