પછી...
આ દીવાલો ચૂપચાપ છે.
બારણાના તોરણોએ તાજપ અને લીલપ ખંખેરી નાખી છે.
અને
સૂકી લીલપ ખખડે છે વાયરાની મંદગતિએ.
ક્યારેક પદરવે છે હાંફતા.
મદીલી માજમ રજનીનો મસૃણ ઘન અંધકાર હવે
રુંવાડે રુંવાડે
લગાવે છે આગ.
ઢોલિયો ઊભો રહી એક ખૂણે
કણસે છે મૌનમાં.
દીવાલ પરની ઘડિયાળની ગતિ સમ 'હું'ય
અવરૂદ્ધ
તારા ગયા પછી...
—રસિક દવે.
No comments:
Post a Comment