શ્રી ગની દહીંવાલાની રચના પરથી તરહી
"જયાં બરફમાં ઓગળ્યા , વાદળમાં બંધાયા અમે"
આકરા સંજોગના તીરોથી વીંધાયા અમે
ત્રાજવે ત્રોફેલ જાણે મોર; અંકાયા અમે
જો ઘડીમા આભ માથે તો ઘડીમા ધૂળમા
આ સમયના વીંઝણે હંમેશ વીંઝાયા અમે
સાચુ ખોટુ જાણવામા જિંદગી અાખી વિતી
એક ત્રીશંકુ બની હરકદમ મુંઝાયા અમે
કોઈ કૂંપણ જેમ ઉગ્યા ત્યાં જ કરમાવાનુ થ્યુ
વ્યર્થ વાતોના વમળમા રોજ રુંધાયા અમે
વાસ્તવિકતા સંગ અથડાઈ અને તુટ્યા કરુ
સ્વપ્ન ના રેશમ થકી દરરોજ સંધાયા કરુ
# કિરણ જોગીદાસ
No comments:
Post a Comment