માથા કાળા કરવા છે,
ભાથા ભેગા કરવા છે.
માનવ તું માનવ બનજે,
અનુભવ ભેળા કરવા છે.
રોપા રોપ્યાં રોજે જો,
વાટે છાયા કરવા છે.
પાંગરતું જીવન કેવું,
નાટક જૂદા કરવા છે.
ચાંદો સૂરજ સાથે લઈ
કવિને ગાણા કરવા છે.
ફૂલોની ફોરમ ફેલી,
નાકે કઈ તાળા કરવા છે.
કાજલ ભૂલી જગ આખું ,
હરિનામે ફાળા કરવા છે.
"કાજલ"
કિરણ પિયુષ શાહ
24/09/17
No comments:
Post a Comment