હે...
સોળ વર્ષની છોરી આજ ગરબે રમવા જાય,
તંગ પડે ચોલીને જોબનિયું છલકાય.
ના...ધિન...ધીન્ના...
ઢોલ ઢબૂકે
ધિન...ધિન...ધિન...
હે...
સોળ વર્ષની છોરી,
ગરબા ઘમ્મર ઘમ ગાય,
ઓઢણીમાંની ઘૂઘરીઓ
છમ્મક છમ થાય.
ના...ધિન...ધીન્ના...
ઢોલ ઢબૂકે
ધિન...ધિન...ધિન...
સજી ધજીને છોરા-છોરી દાંડિયા રમવા જાય,
એમાં પાછી નજરું થી નજરું ટકરાય
ના...ધિન...ધીન્ના...
ઢોલ ઢબૂકે
ધિન...ધિન...ધિન...
સરખે સરખી સહિયરોનાં રાસડા રચાય,
એને જોવા છોરાંઓ છાનાંછપનાં જાય.
ના...ધિન...ધીન્ના...
ઢોલ ઢબૂકે
ધિન...ધિન...ધિન...
આભલે મઢી ઘાઘરીને,
હે...
આભલે મઢી ઘાઘરીને તારલે મઢ્યો ચાંદ,
ઝાંઝરીના સૂર ઝીણાં રણઝણાવી જાય.
ના...ધિન...ધીન્ના...
ઢોલ ઢબૂકે
ધિન...ધિન...ધિન...
બિલ્લી પગે કાનો આવી
મટકી ફોડી જાય,
દેખી મુખડું કાનાનું
ગોપીઓ હરખાય.
ના ધિન ધીન્ના
ઢોલ ઢબૂકે
ધિન...ધિન...ધિન...
કશ્યપ લંગાળિયા - "કજલ"
No comments:
Post a Comment