Sunday, 1 October 2017

ગઝલ


ગઝલ

દરિયા વચ્ચે એક તણખલું, તુફાન મોહ-માયા છે.
વેદનાના બધે ડચુરા નથી કશે સુકુન મોહ-માયા છે.

અસંખ્ય  ઝાઝવા ઢોળાયા છે પ્રેમીના સ્મરણમાં;
સાત રંગના  સપના અહિં, સાજન મોહ-માયા છે,

કાગળની હોડી તરતી મૂકી સામા વ્હેણે કરવા મેળાપ;
જીવન ટૂંકું  કે લાંબુ પરંતું, કફન મોહ-માયા છે,

શબ્દે શબ્દે ના સમાય અહિં ભૌતિક સુખોનું માપદંડ;
બચપણથી બુઢાપા સુધી અહિં ગગન મોહ-માયા છે,

સમજદારી ને લા-પરવાહમાં, ચણાયા છે અર્થો;
મનસૂબા સહુંના આકળવિકળ, વામન મોહ-માયા છે,

કબરની લગોલગ ખુલ્લી બારીઓ સૂર્ય છે કાળોડિબાંગ;
સળગતી ચામડી નેય અહિં, નમન મોહ-માયા છે,

રુહ માં જ સમાય આના, અમસ્તી નથી મોહ-માયા;
જીવતર એક બોજ સમાન જીવન મોહ-માયા છે.

      ..Artisoni રુહાના..

No comments:

Post a Comment