Friday, 2 March 2018

ગીત

*ગીત - "રમવી છે હોળી?"*
છોકરાએ છોકરીના કાનમાં કહ્યું;" રમવી છે હોળી?"
સાંભળીને મેઘ ધનુના રંગે રંગાઈ ગઈ એની એકલરંગી ચોળી.

કેસૂડાં એ રંગ પૂર્યો જોબનીયામાં મદમાતો;
ને બંધાઈ ગયો એમનો જન્મો જન્મનો નાતો.

નજર જ્યાં એકમેક પર ઢોળી; પ્રકટી ગઈ હોળી;
છોકરા એ છોકરીના કાનમાં કહ્યું; રમવી હોળી?"

સપ્ત રંગ સંગ એમાં ભળ્યો પ્રણય રંગ;
કમૂરતા માં પણ પૂર્ણ ખીલ્યો પરિણય પ્રસંગ.

મદમસ્ત  બની એકમેકમાં સમાયા કેસર ઘોળી;
છોકરાએ છોકરી ના કાનમાં કહ્યું ; રમવી છે હોળી?

*દિલીપ વી ઘાસવાલા*

No comments:

Post a Comment