Thursday, 22 March 2018

ગઝલ

ન જ્વલંત એ પાનખર થી પુકારો
મને શાંત જળની લહર થી પુકારો

ઉદાસી ના દીવા બુઝાવો તો માનું
કોઈ પુષ્પ ભીની સહર થી પુકારો

મળી પ્રેમ મિશ્રીત સમજણ ની પાંખો
અધર વિણ ઇશારે નજર થી પુકારો

અવાજો માં આવે નવું જોમ વેગી
અવાજો ને થોડા અસર થી પુકારો

ખડે પગ છું હું તો જો સહકાર ચાહો
ગમે તે નગર થી ડગર થી પુકારો

કાસિમ શેખ "સાહિલ "

વિશ્વ કવિતા દિને

No comments:

Post a Comment