Monday, 25 March 2019

ગઝલ

જો પ્રશ્નો ક્યાંક અંદર ખળભળે જીવા
કવિ વિચારમાં ત્યાં તરફડે જીવા

ગઝલમાં સેંકડો ભાવક ભલે મારા
નથી માણસ હું સારો બડબડે જીવા.

પૂછું છું નારી કઈ રીતે પટાવે છે ?
કહે છે શેર કાને ગણગણે જીવા..

ઘરોબો વાસના સાથે છે ઘણો જૂનો
પછી ગુનાની ગઠડી ખદબદે જીવા..

ઉધઈની જેમ ઘર સ્ત્રીના ફોલે છે..
દીવાલો નામથી પણ થરથરે જીવા.

યશવી

No comments:

Post a Comment