Wednesday, 16 November 2016

ગઝલ

એક ગઝલ:

ઓ રે જાલિમ જુદાઈ,
તું કૌન નગર સે આઈ!
ક્યારે મળશે રિહાઈ,
ઓ રે જાલિમ જુદાઈ!
છે વરસો જૂની મારી,
દુઃખ સાથે પ્રેમ સગાઇ!
પંખીઓ બાંધે માળા,
ગૂંથે સાચી જીવનાઈ!
મારા જીવન ની વાતો,
ચારેકોર વગોવાઇ!
જીવી લીધી આનંદે,
જીવન સાથે કઠણાઈ !
જીવન નૈયા આકાશે,
મ્હાલે, માણે લીજ્જતાઈ!
કોણે કર્યો ગુનો ને,
કોણે માંગી રિહાઈ?
મારી પાસે એ ય ગઝલ!
તું કોન નગર સે આયી?!

- Jitendra Bhavsar

No comments:

Post a Comment