એક નરાધમ થયો, કેમ ચલાવી લઉં
આંય જમીપર થયો, કેમ ચલાવી લઉં
એક ક્ષણે રાખનાં ઢેર ઉભાં એ કરે
માણ ક્ષતિકર થયો, કેમ ચલાવી લઉં
કોઈ કમાણી નથી, ઠામ બધાં ખાલીખમ
સાવ નપાવટ થયો, કેમ ચલાવી લઉં
કાંય ખબર ના પડે લોક કરે ઠેકડી
માળ સફાચટ થયો, કેમ ચલાવી લઉં
ઝેર બધે ઓકતો જોઈ કહ્યું તું અમે
એક ફણીધર થયો, કેમ ચલાવી લઉં
ફૂંક ઉડાડી શકે ભાર હતો એટલો
સાવ સવામણ થયો, કેમ ચલાવી લઉં
ગરવી
No comments:
Post a Comment