આજે માત્રુભાષા દિને એક રચના .
કદિક કદિક તો હરખાય આ રસ્તો ,
મલક મલક થઇ મલકાય આ રસ્તો .
સમજાવીએ છતાંય કોઇ સમજે નહિ ,
રિસાય જો કોઇ અને માને જ નહિ,
ત્યારે ખોટા ખોટા સમખાય આ રસ્તો .
કદિક કદિક તો હરખાય આ રસ્તો .
ખબર નથી પડતી ત્યારે કશું કરવાની ,
પડછાયો જો ના પાડે સાથે ચાલવાની ,
ત્યારે તો બહુ જ સલવાય આ રસ્તો .
કદિક કદિક તો હરખાય આ રસ્તો .
ચૂપ થઇ જાય જ્યારે બને સુનમુન ,
વ્રુક્ષો બોલવાનું બંધ કરીને , ધરે મૌન ,
ત્યારે ગુસ્સે થઇને અકળાય આ રસ્તો .
કદિક કદિક તો હરખાય આ રસ્તો .
કરમાઇ જાય કોઇ તાજુ ખિલેલ ફૂલ ,
નાની અમથી પણ થઇ જાય જો ભૂલ ,
ત્યારે વારે ઘડીએ પસ્તાય આ રસ્તો .
કદિક કદિક તો હરખાય આ રસ્તો .
ગમે તેને હંમેશ હોય જે હસતુંરમતું ,
આવે ચાલનાર જો કોઇ મનગમતું ,
તો ગાંડો ઘેલો થઇ જાય આ રસ્તો .
કદિક કદિક તો હરખાય આ રસ્તો .
હોય જો માહોલ પ્રેમની માગણીઓનો ,
થાય જો ભરપૂર વરસાદ લાગણીઓનો ,
સાગરની જેમ 'જશ' છલકાય આ રસ્તો .
કદિક કદિક તો હરખાય આ રસ્તો .
જશુ પટેલ
૨૧-૦૨- ૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment