૧) પાંચ તળપદી ભાષામાં હાઈકુ :
સેત્રે ન પાદ્રે
ધણ ભેળા થ્યાં ચોંથી?
ચમ હાચવું!!
*ખેતરમાં અને પાદરમાં ધણ ક્યાંથી ભેગા થયા? કેવી રીતે સાચવવા!! *
વડલો ચેવો
વડવાઈ ફેલાવે
મુઓ લાલચુ!!
*આ વડલો કેવો લાલચુ કે વડવાઈ ફેલાવે છે!*
દેડકા શેઠ
ફોદ કાડીન બેઠા
તળાવ કોરું
*દેડકા શેઠ ફાંદ કાઢીને બેઠા છે પણ તળાવમાં કોઈ છે નહિ *
ચોથી લાવું લ્યા
ઈ નદી જેવો રેલો
ઓધળી ઓસ્યે
*ક્યાંથી લાવું અલ્યા એ નદી જેવો રેલો આંધળી આંખોમાં*
ઓબાવાડીમો
વર્હાદનું સુ કોમ?
બાવળ વાઈ.
*આંબાવાડીમાં વરસાદનું શું કામ બાવળ વાવીને!*
No comments:
Post a Comment