Sunday, 19 March 2017

ગઝલ

ગાલગા ગાલગા ગાલગા
ગાલગા ગાલગા ગાલગા

❌❌નામન❌❌

હડકવા લાગતો નામનો,
ઢોલ થૈ  ગાજતો નામનો.

ઘુવડ છે એ છતાં દંભ જો,
સૂર્યથી તાપતો નામનો.

સાંચની આંચથી છે ડરે!
જૂઠમાં રાચતો નામનો.

ડોળ એવો કરે જ્ઞાનનો,
થૈ ચણો વાગતો નામનો.

પોલ કો ખોલતા એમની,
સંત એ લાગતો નામનો.

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment