*નારી*
ક્યાંક રજુઆતની અપેક્ષા!
ક્યાંક આલોચનાની પ્રતિક્ષા!
સઘળું હૈયે ધરબી આ કેવી તારી મહાનતા.
કેમતે સ્ત્રીને અર્પી આ મૃદુતા સાથે અડગતા,
કોમળતામાં સચવાયેલી કઠોરતા.
જાણે છીપનાં આવરણમાં મોતી.
ધરતીમાં ધરબાયેલ બીજનું અંકુરીત થવું.
પાણીનું બાષ્પ બની વાદળ બની વરસવું ..
જાણે સ્ત્રીના અવતરણની જ કહાણી.
બંધનોમાં આઝાદીને આઝાદીમાં બંધન ..
જન્મદાત્રી ,સંસ્કારદાત્રી, વિધાત્રી.
દેવી શક્તિ કઇ કેટલા રૂપ તો પણ કહે અબળા?
ના! નથી .. સમોવડિયણ ..
તે સક્ષમ છે.
તે નિર્પુણ છે.
અધુરો છે નર નારી વિણ.
નારી નર મળી બને સંપુર્ણ.
નારી તું નારાયણી ...
"કાજલ"
કિરણ પિયુષ શાહ
08/03/17
No comments:
Post a Comment