સુધાંરા સાથે
બેઠા તમે પાસમાં, ને હાથ છે હાથમાં,
ફૂલો બધા બાગના, આજ આઘાતમાં.
એની જલનની હવે ,પરવા નથી રાખવી,
છોને બળે આપણાં,આ પ્રેમ ની આગમાં.
જોને ખુશીનું નગર, મારા હ્ર્દયમાં વશે,
જેવી જરા મેં હતી,લીધી તને બાથમાં.
પાસે થઈને ગઈ, ને મ્હેક ફેલાય છે,
કિસ્મત હશે એમનું, ન્હાતા હશે સાથમાં.
છે રાત પૂનમ તણી પણ અંધકારે ભરી.
ખોવાય છે ચાદની, તારા પ્રકાસમાં.
-સંદિપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment