Saturday, 29 July 2017

અછાંદસ

(૧)
ત્રાંસી નજરે ચૂપચાપ
મારા સ્મિતની પાછળ
દબાવી ને સંતાડેલા દુઃખને જોઇલે છે એ,
પછી?
આંખોનાં હાવભાવ બદલ્યા વગર
મને કીધા વગર
મારી અંદર ધીરે ધીરે રેડ્યા કરે
શાંતિ, પ્રેમ અને ધીરજ
.
.
(૨)
એક સ્ત્રી
એક માતા,
વારંવાર એ જ વર્ષો જૂની,
બે-ત્રણ સાડીઓ જ પહેરે,
થોડાં ચોળાઇ ગયેલી
અને ક્યારેક મેલી પણ
કારણ?
તેણે પોતાની ઈચ્છાઓ
તેં સાડીઓનાં સાવ છેડે ગાંઠમાં
દબાવી છે,
બાંધી છે,
દિકરા - દિકરીનાં કપડાનો રંગ
દુનિયાની સામે
જરાપણ ઝાંખો ના થાય એટલે
.
~ સંજય એ. પરમાર

No comments:

Post a Comment