સ્ત્રી...
સંસાર સાંકળ નો આધાર સ્ત્રી,
દરેક મનુષ્ય ની જન્મદાત્રી સ્ત્રી.
હજારો દુઃખો અને પીડાઓ થી,
ઘેરાયેલી રડતી અને હસ્તી સ્ત્રી.
ભોગ નું સાધન ગણાતી ને સદા,
હવસ ભરી આંખો થી રિબાતી સ્ત્રી.
વાસના ભર્યા માનવી ના મગજ માં,
રોજ બળાત્કાર નો ભોગ બનતી સ્ત્રી.
સતત ભાગતી દોડતી, જરૂરિયાત પૂરતી,
વિના થાકે ઘર ને સ્વર્ગ બનાવતી સ્ત્રી.
પુરુષ સમોવડી નહીં પણ પુરુષો થી,
પણ મહાન હકીકત માં ગણાતી સ્ત્રી.
~ધર્મેન્દ્ર સોલંકી
No comments:
Post a Comment